દરિયો
દરિયો
1 min
11.9K
પૂછો દરિયાને કે શા માટે હર વખતે પાછો પછડાય છે?
લાગણીના તટે, આવી આમ સાવ કાં ફેલાય જાય છે?
શોધે છે નિરંતર એ કંઈક, રેતમાં જે ઉપરથી કોરી, આપણને દેખાય છે,
જોઈએ છે એને ભીનાશ જે રેતીની અંદર સમેટાય છે
હક ની આ વાત નથી, બસ ભૂખ્યો છે થોડા પ્રેમનો એ નિપુર્ણ
બસ પામવા થોડી મીઠાશ ને એ,બધી ખારાશને પી જાય છે.