દરિયો
દરિયો
ખારા જળથી
નિમક સંઘરવા
ભર્યો દરિયો
દેશ વિદેશ
સરહદ તાણવાં
જળ ભંડાર
વ્હેલ માછલી
પરવાળા વાદળી
છીપ શંખલાં
કાળા વાદળાં
મીઠું જળ ઠાલવે
ધરતી પર
બારા બંદર
આવન ને જાવન
માલ માણસ
ખારા જળથી
જીવન સંચરવા
ભર્યો દરિયો.
