દર્દ દિવાનો
દર્દ દિવાનો
ચાહતો હતો હું દિલથી તુજને,
કેમ નારાજ થઈ તું મારાથી ?
પ્રેમભર્યું મારૂં દિલ તોડીને,
કેમ દૂર થઈ ગઈ તું મારાથી ?
કઈ ભૂલ થઈ હતી વાલમ મારી ?
તું રિસાઈ ગઈ કઈ બાબતથી ?
સપનાંઓનો મહેલ મારો તોડીને,
કેમ દૂર થઈ ગઈ તું મારાથી ?
વસંત પ્રેમની ખીલી હતી મારી,
તેને પાનખર કેમ બનાવી દીધી ?
જીવનનો પ્રેમનો દીપ બૂઝાવીને,
કેમ દૂર થઈ ગઈ તું મારાથી ?
પ્રેમની ગઝલ મે ગાઈ હતી તારી,
તેને બેસૂરી કેમ તે બનાવી દીધી ?
નફરતના તાલનું તેમાં વાદન કરીને,
કેમ દૂર થઈ ગઈ તું મારાથી ?
સળગી રહ્યો છું નફરતની આગથી,
જખ્મી બન્યો છું હું તારા વર્તનથી,
દર્દ દિવાનો હું બન્યો છું "મુરલી",
કેમ દૂર થઈ ગઈ તું મારાથી ?

