દ્રૌપદી
દ્રૌપદી
એકવાર હોઠ સીવી લીધા પછી હવે તું જઈશ ક્યાં ?
વખ સમી વ્યથા પી લીધા પછી હવે તું કહીશ ક્યાં ?
એકવાર ખુદના ખાલીપાને દર્દનો શણગાર કરી,
ભીતર સંઘરેલા સ્મિતને પછી તું વેરીશ ક્યાં ?
છે આંખવાળા અંધોની સભાઓ અહીં ઠેર ઠેર,
વસમી વેદનાનો વલોપાત રોજ રોજ ઠાલવીશ ક્યાં ?
દાવાનળ દ્રૌપદીનો ભભૂકી રહ્યો હર એક અંતરમાં,
કેટ કેટલા તું રોજ રોજ મહાભારત રચીશ ક્યાં ?
કોણ કેવા કેવા સ્વાંગ રચીને બેઠું અહીં પલ પલ,
મહોરા પાછળ અસલી ચહેરાને ઓળખીશ ક્યાં ?
બસ ઓળખી લે તું "પરમ" યદુનંદનને એકવાર,
પછી તું જ કહે "પાગલ" થઈ હવે ભટકીશ ક્યાં ?
