દોસ્તી
દોસ્તી
અર્થ દોસ્તીનો સમજાવે આમ તો ઘણાં,
નિભાવે સાથ છેક સુધી એ દોસ્ત કેટલા,
દોસ્તીમાં આમ તો વળી ખાસ કાંઈ નહોતું,
બહુ થોડા શબ્દો અને અર્થો ઝાઝેરા હતા,
નથી કંઈ કહ્યું ને તો પણ તું પામી ગયો છે,
વાહ દોસ્ત, તું બધા સંબંધોને આંબી ગયો છે,
છે મતલબ તારી એ દોસ્તીનો બસ એટલો,
છે એમાં બધું જ, ને એ પણ છે બે-મતલબ,
અને એથી વિશેષ તો શું કહું તને એ દોસ્ત,
કોઈ જ્યારે ન સાંભળે ત્યારે માત્ર તું સાંભરે.