દોડે છે
દોડે છે
દિલ તો દિલ છે તેની જેવું ક્યાં કોઈ મોલે,
તેની સઘળી દીવાનગી શણગારે દોડે છે.
રમકડા જેવું નાદાન પતજડે બહાર શોધે,
પકડું તોય ઘણું વંટોળે ચડેલ વાયરે દોડે છે.
થામ તુ દિલ મારુ કલમ સાથે પકડી હાથે,
વેદનાનો વરસાદ ગઝલે ગઝલે દોડે છે.
બીજ ઉગ્યા છે મારા હૃદયમાં જોને,
તને જોઈ હદય આગ ઠારવા દોડે છે.
મન કેવું રમકડું રૂપાળું વળગેલ વાતે,
વૈશાખના વાવડે વસંત શોધવા દોડે છે.
નફા ખોટની દુનિયામાં જીવન છે ખોટમાં એને,
અપેક્ષાઓ દર્દ લઈ રાખના ઢગલા પર દોડે છે.
માંગ્યું કદી મળ્યું ના ભાગ્યે કલ્પવૃક્ષ જેને,
દિલ રમકડે ઝળહળતી જ્યોત મૃગ જળે દોડે છે.
