STORYMIRROR

Vijita Panchal

Romance

4  

Vijita Panchal

Romance

દિવસ આવ્યો છે

દિવસ આવ્યો છે

1 min
244

ફરી આજે એ દિવસ આવ્યો છે,

મનમાં ખુશીની લાગણી લઈને આવ્યો છે..

કિનારે બેઠી હતી આંખો રાહ જોઈને,

દરિયો સુખની વાવણી લઈને આવ્યો છે !


ફરી આજે એ દિવસ આવ્યો છે..

મૂંગા હતાં શબ્દોના સ્પર્શ અત્યાર સુધી,

રેડવા પ્રેમ મીઠી ચાસણી લઈને આવ્યો છે !


ફરી આજે એ દિવસ આવ્યો છે..

અનરાધાર વરસાદ વરસ્યો હતો ઉનાળે,

હૃદયથી હૃદયની માંગણી લઈને આવ્યો છે !


ફરી આજે એ દિવસ આવ્યો છે..

થીજી ગયેલી હતી આત્મા જન્મજન્માંતરની,

ઓગાળવા એને હૂંફની તાપણી લઈને આવ્યો છે !


 ફરી આજે એ દિવસ આવ્યો છે..

કરીએ સંબંધો તાજાં હવે ખીલેલાં પુષ્પ જેવાં,

અખૂટ શ્રદ્ધાની વાવણી લઈને આવ્યો છે !

ફરી આજે એ દિવસ આવ્યો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance