દિવાનો
દિવાનો
સંધ્યાના સોનેરી કિરણોમાં,
તમે એવા ચમકી ગયા કે,
તમારી ચમક જોઈને મારા,
રોમ રોમ લહેરાઈ ગયા.
નભમાં ઊડતા પક્ષીઓના,
મધુર તરાના સંભળાઈ રહ્યાં,
તમારા સૂરીલા ટહૂકે મારા,
મનના મોર નચાવી ગયા.
તિરછી નજર નાખી મુજ પર,
નજરોના જામ છલકાવી ગયા,
પાંપણોથી ઇશારા કરીને,
દિલ મારૂં ધડકાવી ગયા.
અધરો ગુલાબી, ચાલ શરાબી જોઈ,
ભાન-શાન મુજને ભૂલી ગયા,
તમારા યૌવનના જાદુથી મુજને,
મદહોશીમાં ડૂબાડી ગયા.
સમીપ આવીને હાથ ઝાલી મારા,
તનમાં વીજળી દોડાવી ગયા,
મધુરા સ્મિતથી મુજને બોલાવીને,
પ્રેમની જ્યોત પ્રગટાવી ગયા.
તમે છો મારા ખ્વાબોની મલ્લિકા,
મુજને મજનું બનાવી ગયા,
"મુરલી" તમારા પ્રેમમાં પાગલ,
મુજને દિવાનો બનાવી ગયા.

