STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

દિવાનો બની ગયો

દિવાનો બની ગયો

1 min
289

તને જોઈને હું તો, દિવાનો બની ગયો.

સુંદર સોહામણી આ પ્રેમની મોસમમાં,

દિવાનો બની ગયો, મસ્તાનો બની ગયો. 

તને જોઈને હું તો, દિવાનો બની ગયો.... 


તિરછી નજર છે, આંખની તારી,

વીજળી જેમ પલકતી, પાંપણ તારી,

તિરછી નજરથી હું ઘાયલ બની ગયો.

તને જોઈને હું તો દિવાનો બની ગયો....


કેશ છે તારા, કજરાળા કાળા,

ગુલાબ શાભે છે, કેશમાં તારા.

ગુલાબની મહેકથી હું, મદહોશ બની ગયો.

તને જોઈને હું તો દિવાનો બની ગયો....


અધરો તારા છે, જામની પ્યાલી,

પીવો છે જામ મારે, તારા હસ્તે વ્હાલી,

જામના ઘુંટ પીને, નશામાં ડૂબી ગયો.

તને જોઈને હું તો દિવાનો બની ગયો.....


યૌવન તારૂં છે, મદમસ્ત નિખરતું,

તેનું પાન કરવા હું, હર પળ તડપું,

તારા યૌવનમાં "મુરલી", ભાન શાન ભૂલી ગયો.

તને જોઈને હું તો દિવાનો બની ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance