STORYMIRROR

Bhavna Bhatt

Drama

1  

Bhavna Bhatt

Drama

દિવાળી મનાવો

દિવાળી મનાવો

1 min
577

"આ જેણે લખ્યું એ ખુબ સરસ લખ્યું છે."

લ્યો સાવ નજીક આવી ગઈ...

રંગોળીમાં પૂરજો રંગ સરસ, 

કે રંગીન થઈ જાશે ધનતેરસ,


તા. ૨૬ શનિવાર

રહેજો હંમેશા લાગણીને વશ...

કે શુભ થઈ જાશે કાળીચૌદસ,


તા. ૨૭ રવિવાર

સળગાવી નાખજો નફરતની પાળી...

કે ચમકાવતી જાશે જીંદગી દિવાળી...


તા. ૨૮ સોમવાર

રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ...

કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ...


તા. ૨૯ મંગળવાર

સંબંધોમાં કદી રાખવી ન ખીજ...

કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ... 


તા. ૩૦ બુધવાર

દિલથી દિલ સુધી બાંધજો બ્રીજ...

કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ...


તા.૩૧ ગુરુવાર

હરખથી થઈ જવા લોથપોથ...

કે ખુશીઓથી ભરાઈ જાશે ચોથ...


તા. ૦૧ શુક્રવાર

"પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ... 

વીતાવજો એકમેકથી લાભ પાંચમ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama