દિવાળી આવી, ફટાકડાં લાવી
દિવાળી આવી, ફટાકડાં લાવી
હાલને ભેરુ બજારમાં જઈએ,
ને ફરી-ફરીને ખરીદી કરીએ,
નાની-નાની ટીકડીઓ લાવીએ,
ને ટીકડી જોઈ રાજી-રાજી થઈએ,
દિવાળી આવી ફટાકડાં લાવી,
ઈકોફ્રેન્ડલી ફટાકડાં ખરીદીએ,
ને હવાનું પ્રદૂષણ અટકાવીએ,
દિવાળી આવી ફટાકડાં લાવી,
ફટાકડાં સાથે મીઠાઈ પણ લઈએ,
ને ગરીબ બાળકોને વહેંચીએ,
દિવાળી આવી ફટાકડાં લાવી,
લક્ષ્મી-ચકલી બોમ્બ ફોડીએ,
ને સાથે સાવચેતી પણ રાખીએ,
દિવાળી આવી ફટાકડાં લાવી,
ફટાકડાં ફોડી મજા કરીએ,
ને તહેવારનો આનંદ માણીએ,
દિવાળી આવી ફટાકડાં લાવી.
