સુપરમેન
સુપરમેન
1 min
182
સમયનાં સથવારે કર્યો મનમાં વિચાર
સુપરમેન બની એક દિવસ
સૌને આપું સાથ સહકાર
કરું એવાં કામ દુઃખોને ત્યજતાં
આપે આશીર્વાદ સૌ દુઃખીયાર
આધિ, વ્યાધિ ઉપાધિને દઉ સુખથી સાંધી
સફળતા અપાવું અપાર.
દુઃખના અતિત ભુલાવી
વર્તમાનમાં લાવી જાગૃત કરાવું ઉજાગર.
આવ્યું એવું સુપરમેન બનવાનું
સપનું,જેમાં હોય કોઈ આપનાં.
કરું ઈશ્વર ને અરજ સદા સુખી રહે સૌ
તો સુપરમેન બની સૌનો મસીહા બનવા તૈયાર.
