STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

ધરતીને હરિયાળી બનાવીએ

ધરતીને હરિયાળી બનાવીએ

1 min
155

વૃક્ષો ઉગાડી હરિયાળી બનાવીએ ધરા

વૃક્ષો થકી જ જીવન બને સૌના હરાભરા

વૃક્ષો ઉગાડીએ ધરતીને હરિયાળી બનાવીએ...!


વૃક્ષો ઓકિસજન થકી જીવન બચાવે

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ઘટાડે

વૃક્ષો ઉગાડીએ ધરતીને હરિયાળી બનાવીએ...!


વરસાદ લાવી ધરતી લીલીછમ બનાવે

ખેડુતોના જીવનમાં આનંદની પળો લાવે

વૃક્ષો ઉગાડીએ ધરતીને હરિયાળી બનાવીએ...!


કોયલના મીઠા મીઠા ટહુકા સંભળાવે

પક્ષીઓને રહેઠાણ આપી બચાવે

વૃક્ષો ઉગાડીએ ધરતીને હરિયાળી બનાવીએ...!


બાષ્પોત્સર્જન થકી વરસાદને આમંત્રણ આપે

સૌ સજીવોના જીવનમાં ખુશહાલી લયાવે

 વૃક્ષો ઉગાડીએ ધરતીને હરિયાળી બનાવીએ...!


જમીન કેરા ધોવાણ એ અટકાવે

અન્ન ઉત્પાદન કરી ખોરાક અપાવે

વૃક્ષો ઊગાડીએ ધરતીને હરિયાળી બનાવીએ...!


વૃક્ષો વિનાની ધરતી લાગે નકામી

જીવન જીવવાને ન કોઈ સલામતી

વૃક્ષો ઉગાડીએ ધરતીને હરિયાળી બનાવીએ...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational