કલાકારી જાદુગરની
કલાકારી જાદુગરની
હતા જયારે નાના બાળ અમે
જતાં સૌની સાથ જોવા સરઘસ અમે
છૂકછૂક ગાડીને ગોળમટોળ ચકડોળ
બેસી એમાં મજા માણતાં સૌની સાથે અમે.
જાદૂગર પણ કેવા મજાના આવતાં
કરી હાથની કલાકારીને પંખીમાથી પરી જોતાં અમે.
જોઈને નવાઈ એવાં પામતાં
આવતાં જયારે જયારે જોવા જતાં અમે.
કેવી કલાકારી હશે એ જાદૂગરમાં
પંખીમાંથી પરી બનાવી સૌના દિલ જીતતાં.
સમજાય છે આજ કલાકારી જાદુગરની
માનવી માનવી સાથે જ કરે છે કલાકારી જાદુગરની.
