જિંદગી બાળપણથી વૃદ્ધત્વ સુધી
જિંદગી બાળપણથી વૃદ્ધત્વ સુધી
રમતું જાય રમતું જાય
બાળક નાનું રમતું જાય,
જન્મ થાય ત્યારે બીજાનો આધાર,
માથા પર વાળ ના દેખાય
ધીમે ધીમે એ ચાલતો થાય
વોકરના સહારે ચાલતો થાય,
સમયના વહેણમાં થાય પસાર
બાળપણથી વૃદ્ધત્વ સફર દેખાય
ઘરડા થઈને લાકડીનો ટેકો
કમર પણ કેવી ઝૂકી જાય,
માથા પર વાળ પણ નહિવત દેખાય
એને યુવાની યાદ આવી જાય
માનવની સફર કેવી જણાય
યાદ કરો તો,
બચપણથી વૃધ્ધ અવસ્થા જણાય
કરી લો હવે આપણે વિચાર
સત્સંગ અને સત્કર્મ સાથે જીવાય.
