સુપરમેન
સુપરમેન
સુપરમેન હું છું સુપરમેન,
સૌ બાળકોનો પ્રિય હું છું સુપરમેન.
બાળકો પાપામાં જુએ સુપરમેનની છબી,
કોઈ પણ મુસીબત આવી જાય તો યાદ આવે સુપરમેન.
પાપા છે સૌના પ્યારા સુપરમેનથી કમ નથી,
બધી મુશ્કેલીઓ દૂર કરે એવા પાપા સુપરમેન.
સુપરમેનને ઉડતા જોઈ સૌ કોઈ વિચારમાં પડી જાય,
સુપરમેન છે નાના મોટા સૌનો હીરો સૌનો પ્રિય.
બાળકો પણ સપના જુએ સુપરમેન બનવાના,
આકાશમાં એ ઉડતા હોય સુપરમેનના કપડામાં.
