સફળ બનવું છે
સફળ બનવું છે
1 min
330
સફળ બનવું છે હવે મારે સફળ બનવું છે
મનનું ધાર્યું કરવાનું મૂકીને સફળ બનવું છે
મૌન રહેવું છે મારે મૌન રહેવું છે
વધુ બોલવાનું ટાળીને મૌન રહેવું છે
સ્મિત પાથરવું છે મારે સ્મિત પાથરવું છે
સબંધને સાચવીને સ્મિત પાથરવું છે
સ્વભાવ સાચવવો છે મારે સ્વભાવ સાચવવો છે
અભાવને ભૂલીને સ્વભાવ સાચવવો છે
સપના સજાવવા છે મારે સપના સજાવવા છે
આપણાને ઓળખીને મારે આપના સજાવવા છે
જીવનમાં જીતવું છે મારે જીવનમાં જીતવું છે
આશાના અરમાન લઈએ જીવન જીવવું છે
