ગરવી ગુજરાત
ગરવી ગુજરાત
ગૌરવ ગૌરવ ગરવી ગુજરાત,
સૌરભ સૌરભ સોહામણું ગુજરાત,
ખીલે સુંદર પ્રભાત ગરવી ગુજરાત,
ધ્વજ સુંદર ફરકે ધન્ય ગુજરાત,
પ્રેમની મોસમ પ્રગટે ગરવી ગુજરાત,
રંગોની રાહત મળે ગરવી ગુજરાત,
શુભ દિવસની સુવાસ મળે ગરવી ગુજરાત,
મંગલમય દિવસ બને ગરવી ગુજરાત,
ઉત્સવના ઉમંગ મળે ગરવી ગુજરાત,
સત્સંગના સંસ્કાર મળે ગરવી ગુજરાત,
નર્મદાના નીર મળે ગરવી ગુજરાત,
નિર્મળતાના નીર મળે ગરવી ગુજરાત.
