STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

મોરલિયો ગમે

મોરલિયો ગમે

1 min
398

મોરલીયો ગમે મન મોરલિયો ગમે

ટહુકા કરતો આવે મનનો મોરલીયો ગમે,


રંગેબેરંગી લાગે મજાનો મોરલીયો ગમે

સુંદર પીછા વાળો મનનો મોરલીયો ગમે,


કળાને દેખાડતો એ સુંદર લાગે

ઢેલને સંગે લાવતો એ મોરલીયો ગમે,


ચણ ચણ ચણતો એ મોરલિયો ગમે 

વરસાદ સાથે વાતો કરતો મોરલિયો ગમે,


શણગાર ને જાતે સજાવતો મોરલો ગમે

મોરપીંછ આપતો મોરલો ગમે,


મનને ગમતો મોરલો ગમે

એની આસપાસ સુંદર પીંછાઓ રમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children