બહુ યાદ આવે
બહુ યાદ આવે
1 min
403
પેલો વરસાદ બહુ યાદ આવે છે
સાથે સાથે મોસમમાં રમનાર પેલો વરસાદ બહુ યાદ આવે છે
પેલો વરસાદ બહુ સાદ કરે છે
સાથે સાથે પલળેલા એ પળો બહુ યાદ આવે છે,
પેલો વરસાદ બહુ આનંદ આપે છે
સાથે સાથે કરેલા અહેસાસની યાદ આપે છે,
પેલો વરસાદ બહુ પ્રસન્ન કરે છે
સાથે સાથે હસેલા ચેહરા બહુ યાદ આવે છે,
પેલો વરસાદ બહુ જ ભીંજવે છે
સાથે સાથે મોસમમાં ભીંજાયેલા મન બહુ યાદ આવે છે.
