આવી દિવાળી
આવી દિવાળી
લાઈટ લગાવો, દીપ પ્રગટાવો,
આવી દિવાળી ખુશીઓ લાવી,
ફટાકડા ફોડીને ધમાલ મચાવો,
આવી દિવાળી મોજને લાવી,
કપડાં ખરીદીને રોફ જમાવો,
આવી દિવાળી મજાને લાવી,
દોસ્તારો સંગે ફરવાને જાઓ,
આવી દિવાળી આનંદ લાવી,
સાફસૂફ કરીને ઘરને સજાવો,
આવી દિવાળી કિલ્લોલ લાવી,
મીઠાઈ-ફરસાણ ખૂબ ગટકાવો,
આવી દિવાળી ટેસડો લાવી.
