સાચાનો સંગ
સાચાનો સંગ
1 min
356
સાચાનો સંગ કરીએ ઓ માનવ
સાચાના સંગ કરીએ
ભૂલોને ભૂલી જઈને ઓ માનવ
સાચાનો સંગ કરીએ
સંગમાં સાથે રહીએ ઓ માનવ
સંગમાં સાથ રહીએ
સત્યનો હાથ પકડીને સાથ સાથ રહીએ
સાચો સંગ છે સોનાની મ્હેર
મ્હેર માણી લઈએ ઓ માનવ
સાચા નો સંગ કરીએ
સાચો સંગ છે વિશ્વાસનું વ્હેણ
વ્હેણમાં વહી જઈએ ઓ માનવ
સાચાનો સંગ કરીએ
સાચો સંગ છે આશાની લ્હેર
લહેરમાં લળી જઈએ ઓ માનવ
સાચાનો સંગ કરીએ
સાચો સંગ છે સુખોની શેર
સાચા બનીને રહીએ ઓ માનવ
સાચાનો સંગ કરીએ
