દેખાય છે ક્યાં ?
દેખાય છે ક્યાં ?
દેશભક્તિ આઝાદ ભારતનુંં સ્વપ્ન
હતું સ્વપ્ન સૌનુંં આઝાદી મેળવવાનું
આઝાદી મળી મુક્ત રીતે રહેવાનુંં
એ આઝાદી આજે ક્યાં દેખાય છે,
ભૂલી ભેદભાવ ઊંચ નીચના
સૌ સંગાથે સમાનતાથી રહેવાનુંં
એ સમાનતા આજે ક્યાં દેખાય છે,
ભૂલી સૌ ભેદ નાતજાતના
ભિન્નતામાં એકતાથી રહેવાનુંં
આજે એ એકતા ક્યાં દેખાય છે,
સત્ય અને અહિંસા રાખી
સૌ અત્યાચાર નાબૂદ કરવાનુંં
એ સત્ય અને અહિંસા ક્યાં દેખાય છે,
ભ્રષ્ટાચારને નાબૂદ કરી દેશમાં
પ્રામાણિકતાથી સૌને રહેવાનુંં
એ પ્રામાણિકતા ક્યાં દેખાય છે.
