સખી ચલો
સખી ચલો
સખી ચલો સખા ચલો
બાગ બગીચે જઈએ રે..
મારા તે બાગમાં બાંધ્યો છે હીંચકો
રેશમની દોરીથી બાંધ્યો છે હીંચકો
હીંચકે બેસીને હીંચકા ખાઉં ખાઉં ખાઉં
સખી ચલો.....
મારા તે બાગમાં ફૂલો અપાર છે.
ફૂલોની મહેક તો એથી અનેરી છે.
ફૂલોની મજા સૌ લઈએ લઈએ લઈએ
સખી ચલો....
મારા તે બાગમાં બાળકો નાનાં નાનાં
બાળકો નાનાં ને રમતાં છાનામાના
સૌની સાથે રમત રમવા જાઉં જાઉં જાઉં
સખી ચલો....
