સસલું
સસલું
હસતું રમતું આવે પેલું મજાનું સસલું
ધોળું ધોળું લાગે મજાનું સસલું,
વનમાં ફર ફર કરે મજાનું સસલું
ઘાસ ને મોજથી માણે મજાનું સસલું,
કૂદક કૂદક કરે મજાનું સસલું
નમણી આંખોથી જોવે મજાનું સસલું,
બાગ બગીચામાં ફરે મજાનું સસલું
ધીમે ધીમે ડગલાં ભરે મજાનું સસલું,
લીલી હરિયાળીમાં રમે મજાનું સસલું
પ્રાણીઓથી ડરે મજાનું સસલું,
સૌને જોવું ગમે મજાનું સસલું
મને અડવું ગમે મજાનું સસલું.
