દિપોત્સવી
દિપોત્સવી
આનંદ અને ઉત્સાહથી હું થનગની રહ્યો છું,
મારા ઘરના આંગણાને હું સજાવી રહ્યો છું,
રંગબેરંગી દીપકોને મારા આંગણે પ્રગટાવીને,
દિપોત્સવીના તહેવારને હું ઉજવી રહ્યો છું,
ઘર ઘર ઝબકતી રોશનીને હું નિહાળી રહ્યો છું,
આકાશના સુંદર દ્રશ્યોથી હું અંજાઈ રહ્યો છું,
હરખ અને ઉલ્લાસના વાતાવરણને માણીને,
દિપોત્સવીના તહેવારને હું ઉજવી રહ્યો છું,
મનમાં વ્યાપેલ અંધકારને હું દૂર કરી રહ્યો છું,
નફરતની આગને હંમેશા હું શાંત કરી રહ્યો છું,
માનવતાની જ્યોતને મારા દિલમાં પ્રગટાવીને,
દિપોત્સવીના તહેવારને હું ઉજવી રહ્યો છું,
વર્ષમાં કરેલા કર્મોનું હું પ્રાયશ્ચિત કરી રહ્યો છું,
સદ્ભાવના કેળવવાનો હું સંકલ્પ કરી રહ્યો છું,
"મુરલી" માં મધુર મીઠા રાગનો આલાપ કરીને,
દિપોત્સવીના તહેવારને હું ઉજવી રહ્યો છું.