દિલનો પ્રવાસ
દિલનો પ્રવાસ
હૈયાના હેતથી તારી સાથે વાત કરું છું,
મૌન રહીને પણ તારી સાથે સંવાદ કરું છું,
શબ્દોથી નહિ સમજાવી શકું તારા પ્રેમને,
આમ મૂક રહીને આંખોથી વ્યક્ત કરું છું,
દિલમાં રહેલી વાતોને આમ ગઝલમાં કંડારું છું,
તારી ભીની લાગણીને આમ હૃદયમાં ઉતારું છું,
મારી આસપાસ પીગળે આ સમયનો બરફ,
આ સમયને મુઠ્ઠીમાં કૈદ કરવાની નાકામિયાબ કોશિશ હું કરું છું,
દિલથી દિલના અંતરને હું રોજ કાપું છું,
તારા સુધી પહોંચવા દિલનો પ્રવાસ હું રોજ ખેડું છું.

