દિલનો ડૉક્ટર
દિલનો ડૉક્ટર
ચાલ, આજ તો ડૉક્ટર-ડૉક્ટર રમવું છે !
ખોલીને દવાખાનું સેવા કરીને ગમવું છે,
દવા બીમારના દર્દની મળે કે ના મળે,
હૃદય એનું લાગણીની દવાથી ચૂમવું છે,
શું દર્દ બજારની દવાથી જ ઠીક થાય છે ?
વ્હાલની ગોળી પાઈને આનંદથી ઝૂમવું છે,
છે દુઃખાવો ગરીબીનો કે પૈસાનો તાવ છે ?
ચાલ, મારી જોડે હરેક દુઃખને ખમવું છે,
બિસ્માર થયેલા સંબંધોને સાજા કરવા છે,
હવે તો બસ હરેક સંકટ સામે ઝઝૂમવું છે.
