Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

દિલની વાત

દિલની વાત

1 min
207


અનેક આઘાતો સહીને તુય પથ્થર બની ગયું,

ધબકે છે તું માણસમાં તોય ઈશ્વર બની ગયું !


ચાલતું રહે છે તું સતત, ના જુએ છે સમયને,

ને એક દિવસ સાવ અચાનક નશ્વર બની ગયું !


જેમને તે ચાહ્યા તેમને રહેવા તારું ઘર આપ્યું,

એ બલિદાન પણ જુઓ બેઅસર બની ગયું !


સાવ ખોબા જેવડું તું છે છતાં કેટલું વિશાળ,

મારી લાગણીઓનું તું જાણે સમંદર બની ગયું !


જગતના લોકો છોડી જાય છે તને કાયમ એથી,

હૃદય, તું એક સુમસામ વસેલું શહેર બની ગયું !


Rate this content
Log in