STORYMIRROR

Rekha Patel

Tragedy

4  

Rekha Patel

Tragedy

દિલની આરત

દિલની આરત

1 min
310

સૂનાં આ મહેલો ને સૂનાં પડ્યાં છે દિલનાં રણકારો, 

ઓ લાલ મારાં, તું આવ મારાં મનમંદિરમાં, 


હાથ ઝાલીને પગલીઓ મંડાવી તને આ સંસારમાં, 

ક્યાંથી વિસરાય તારું આ વહાલસોયું બાળપણ આ જગમાં, 


અનંતની સફરે ડગ માંડતાં મને છેતરીને જતાં, 

મારી સૂની ડગર ને લાગણીના નીર ન આવ્યાં ન કામમાં, 


આંસુઓનો બન્યો છે દરિયો ને લાગણીની બની છે નાવ, 

મઝધારે વીંઝાતા પવનનાં ઝંઝાવાતમાં ભીંજાયા પૂર લાગણીનાં, 


કાળની થપાટે આ જ સૂનું મારું આંગણું ને દિલનાં દરવાજા, 

સૂનકાર આજ ભાસે છે મને મનનાં અંધકારમાં, 


આશાનું કિરણ નથી, અમાસની રાતો છે મારાં મનમાં, 

અંધારા ખૂણામાં બેસીને "સખી" રુએ છે મા ની આંખડી વાતવાતમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy