STORYMIRROR

Mahendra R. Amin

Inspirational

4  

Mahendra R. Amin

Inspirational

દિલ મંદિરમાં

દિલ મંદિરમાં

1 min
260

નથી વસતી સુંદરતા એમ કોઈ જ વસ્તુ કે વ્યક્તિમાં,

સુંદરતા સદા વસે નયનોના અદકેરી ભાવ ભક્તિમાં.


નજર નજરથી ફરક પડે, છે માનવી મનનો મેલો,

નિર્મળતા વહેતી સદા દિલે તો હરિનો જન છે ઘેલો.


ભાઈ ભાઈનો સુમેળ નથી ને નથી અલખનું નામ,

ઈશ્વરને પણ સોને મઢ્યો, ક્યાંથી રાજી રહેશે રામ.


હજુ સુધી એને ન ઓળખ્યો, તુજમાં વસે જે શ્યામ,

ઊડો ઊતરી ધ્યાન ધર, તારામાં ભરી દેશે એ હામ.


આ મારુંને આ મારું છોડી જરા દિલને તો થામ,

સઘળું એના પર છોડી દે સર્વ દિલમાં એનું ધામ.


'મૃદુ' શબ્દ પ્રીતે વહેતી રહેશે માનવતાની એ મહેક,

દિલ અપના ઓર પ્રીત પરાઈમાં મારી રહી છે કુનેહ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational