દિલ દુનિયા
દિલ દુનિયા
સાચા ના સંગાથે મળ્યા
ખોટા વાતે વાતે મળ્યા
એકતો દિવા તેલ વગરના
એ પણ એવા,રાતે મળ્યા
દુઃખો સામે આવીને ભેટે
સુખને અમે જાતે મળ્યા
સમય છે, કે ભાગતા ઘોડા
કદી ના, એ નિરાંતે મળ્યા
દોસ્તીની દાસ્તાન સુનાવી
દુશમનો ય બાથે મળ્યા
કોઈએ જસ ના લીધો કદી
નદી સાગર જાતે મળ્યા
એ આવ્યા તો લાગ્યું એવુ
ચાંદો સુરજ સાથે મળ્યા
વર્ષો હાલ્યા અગણિત છતાં
લાગ્યું એમ કે આજે મળ્યા
દિલ-દુનિયાનો મેળ ક્યાં છે
આપણેય કયા વાંકે મળ્યા?

