Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilipkumar D.Bhatt

Tragedy

4.5  

Dilipkumar D.Bhatt

Tragedy

દિલ બહાર

દિલ બહાર

1 min
324

સૌભાગ્યવતી શાં, સંસારે,

અમ, ગણિકાઓનાં સ્થાન નથી;

સુધરેલ સમાજે, રહેવાનું,

પણ માન-પાન કે સ્થાન નથી.

કોઈ રજવાડાંની, રખાત કહે !

દિલ દુખિયાં, પળભર 'જાન' કહે !

જાહેર છતાંયે, ગુપ્ત બન્યાં,

ઈજ્જતદારોમાં, નામ નથી.

અવતાર, અંધારી આલમનાં,

અંજવાળે અમારાં કામ નથી;

સહુ ઈજ્જતવાળી, નારીની,

અમે ઢાલબન્યાં,પણ ઢાલનથી.  

અરમાન ઊગ્યાં 'તાં,અંતરમાં !

દિલદાર મળ્યા નહીં દાનતથી ;

વેલાથી વછૂટયા વગડામાં,

ઠીક ઠેકાણે, ઠરી ઠામ નથી.

છે પ્રેમનું વૈદું, દુનિયામાં,

અહીં પ્રેમનાં,કોઈ મુકામ નથી;

ખુદ વૈદ્ય, અહીં તો દર્દી છે !

આ વૈદ્ય-દર્દ, ઈલાજ નથી !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy