દિલ અને લાગણી
દિલ અને લાગણી
લાગણી શૂન્ય દેખાતા દિલમાં, લાગણી શોધવા બેઠો
દિલમાં સંતાયેલી લાગણીઓ, કેટલીય સુષુપ્ત જોઈ હતી,
લાગણીઓ જાગૃત કરવા, દિલને ઝંઝોળવા બેઠો
એક સાથે કેટલીક લાગણીઓ, દિલને સ્પર્શતી હતી,
દિલ મારું કઠોર નહોતું, ભૂતકાળને જોવા બેઠો,
સંવેદનશીલ બન્યું દિલ, લાગણી પણ જાગૃત હતી.