STORYMIRROR

Hemaxi Buch

Inspirational Others

3  

Hemaxi Buch

Inspirational Others

દીવો

દીવો

1 min
52

તું આગંતુક બની આવે

ને અંતર મન મારું જાગે,

સુંવાળા સપનાઓ સજાવે

ને આંખે ઉજાગરા લાવે,


અમથું અમથું સ્મિત દે

ને હોંઠોને મલકવાની રીત દે,

એમ જ ન તો કોઈ વ્હાલ દે

તું કોઈ તો કારણ દે,


શાને તું આવા સપના જગાડે

સંબંધ ને બાંધવા કોઈ તો નામ દે,


અંધારી યાદોથી તરબતર છે

આ મનનો ખૂણે ખૂણો,

ખાધી છે ઠોકરો કેટલીયે

હવે તો રોશની જલાવી દે,


ડગમગતા ડગ માંડ્યા છે

વિશ્વાસનો દીપ પ્રગટાવી જો

કિરણ આશાની જન્માવી છે

પ્રેમેથી પ્રકાશપુંજ વહેતો મૂકવા દે

પ્રેમેથી પ્રકાશપુંજ વહેતો મૂકવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational