STORYMIRROR

Chirag Padhya

Drama Inspirational

3  

Chirag Padhya

Drama Inspirational

દીવાદાંડી

દીવાદાંડી

1 min
5.6K



ભટકેલા મુસાફરને દિશા હું સુચવી રહ્યો,

અહીં છે મંજિલ તમારી એ હું કહી રહ્યો,


અજવાળું કરી મંજિલ પર હું ઉભો રહ્યો,

'દિવાદાંડીનાં જેમ મારગ હું બતાવી રહ્યો,'


કોઈની વાટ નહીં મુજને કોઈનો સ્વાર્થ નહીં,

એકલવાયો ઊભો કિનારે હું નિ:સ્વાર્થ રહી,


ભયજનક દરિયે કિનારા હું ટકાવી રહ્યો,

'દિવાદાંડીના જેમ મારગ હું બતાવી રહ્યો.'


રહેતો ટોચે ઉજાસ અને આંખોમાં અજવાસ,

સામે દરિયો વિશાળ છતાં હું ફેલાવું પ્રકાશ,


મુસાફરને જીવવાની આશા હું જગાવી રહ્યો,

'દિવાદાંડીની જેમ મારગ હું બતાવી રહ્યો.'


Rate this content
Log in

Similar gujarati poem from Drama