દીસે છે સાક્ષાત્ દેવ સમાં
દીસે છે સાક્ષાત્ દેવ સમાં
ગગનને ચૂમતાં દેખ વૃક્ષ પેલાં,
એક પગે ઊભા રહી જાણે તપ કરતાં,
તડકો ખુદ વેઠી શીતળ છાયો આપતાં,
પરોપકાર કેરી ભાવના નિત્ય વહાવતાં,
દીસે છે સાક્ષાત્ દેવ સમાં. (૧)
કોઈ ડાળીઓ તોડતાં તો કોઈ ફળફૂલો,
કોઈ નિર્દય થઈ થડ પર કુઠારાઘાત કરતાં,
માનવ કેરી ક્રૂરતાને હસતાં સહી લેતાં,
નિજાનંદમાં મગ્ન થઈ સદૈવ મસ્ત રહેતાં,
દીસે છે સાક્ષાત્ દેવ સમાં. (૨)