STORYMIRROR

Sejal Ahir

Romance Tragedy

3  

Sejal Ahir

Romance Tragedy

દીકરીનું આણું મૂકાશે

દીકરીનું આણું મૂકાશે

1 min
288

રડી પડે આંખડી ભીંજાય નવલખી ચૂંદડી,

ડેલીએ બેઠાં બેનીના દાદા મોભી ધસી પડ્યા,


કસુંબાની રેલમછેલ ડાયરો મોંઘરો જામિયો,

આણું મૂકાશે હવે ઉંબરો ઓળંગતા હૈયે ધપાશે,


સગપણની ગાંઠે મીંઢળની છેડી હાથમાં બધાંશે,

ઘડીકભરની રહી હવે પિયરની પાલખી પારકી થશે,


મોંઘેરા મૂલની પાનેતરની કોર હવે ઘરચોળે લાજે ઘેરાશે,

લઈ પિયરનું સંસ્કારનું ભાથું સાસરિયે સિંચન કરાશે,


આણું તેડવા આવ્યા મોંઘેરા મહેમાન કરિયાવરની મૂલ મૂકશે,

છેડો પિયરનું મૂકી સાસરિયાની વાટ મૂકવી લાડલી દીકરી કંકુપગલે જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance