STORYMIRROR

Neha Desai

Tragedy

3  

Neha Desai

Tragedy

દીધી

દીધી

1 min
201

હસ્તી મારી, એણે એવી મિટાવી દીધી,

શબ્દો રહી ગયાં, ઘટના ક્યાં ફગાવી દીધી !


મળવાની એક આશ પણ, બૂઝાવી દીધી,

મિલનની વાત, સપનાં મહીં સજાવી દીધી !


અહમ અને જીદમાં, લાગણી ગુમાવી દીધી,

વીત્યાં વરસો ને, ઉંમર ક્યાં ગુમાવી દીધી !


દીપક બુઝાવીને, રોશની લૂંટાવી દીધી,

અજંપાની ઓળખાણને, મિત્ર બનાવી દીધી !


યાદોને, હૃદયનાં પેટાળમાં દબાવી દીધી,

દરિયામાં, ટાયટેનિક જાણે ડૂબાડી દીધી !


ભૂલીને સંબંધોને, જાતને સંકેલી દીધી,

ખુદને બદલીને, 'ચાહત' અપનાવી લીધી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy