દીધાં આઠમને વરદાન
દીધાં આઠમને વરદાન
દીધાં આઠમને વરદાન ગાજ્યા ગગન અડધી રાત પ્રગટ્યા મથુરા, ધન તાત જગકલ્યાણી દેવકી માત……કે બોલો જય ગોપાલ
ચૂમી ચરણ દે યમુનાજી લાડ પાક્યા પૂણ્ય જશોદા માત લાલે પાવન કીધાં ધામ પધાર્યા ગોકુળ થઈ નંદલાલ….કે બોલો જય ગોપાલ
ગાજે નોબત આઠે ઠામ ટહુક્યા મોર નાચતા ગ્વાલ નાચ્યા નંદજી ઊડે ગુલાલ લાલો ઝીલે જશોદાજીના વ્હાલ…..કે બોલો જય ગોપાલ
હીંચે રેશમીયાની ખાટ ઘેલી ગોપ ગોપી હરખાય ઝૂમે હાથી જ ઘોડા ગાય ચાખે માખણ રે શ્રીનાથ……કે બોલો જય ગોપાલ.
