Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

ધૂળ ખંખેરીએ

ધૂળ ખંખેરીએ

1 min
225


ચાલને આ જૂની રીતરસમોની ધૂળ ખંખેરીએ,

તું આ કર અને આ ના કરની ધૂળ ખંખેરીએ,


ક્યાં સુધી આવા વળગણોને વળગેલા રહીશું ?

કયારેક થોડા રૂઢિ રિવાજોની ધૂળ ખંખેરીએ,


જન્મતાની સાથે એ બાંધે છે પરંપરાને હદમાં,

એ કેટલીક દ્રઢ માન્યતાઓની ધૂળ ખંખેરીએ,


દ્રૌપદીનું પાંચમાં વહેંચાવુંને સીતાનો વનવાસ,

એ મૌન સભા, પાસાને વચનની ધૂળ ખંખેરીએ,


અસ્તિત્વ મારું માટી અને ઈતિહાસની કહાની,

ધર્મ અધર્મ, ગ્રંથ અને પોથીની ધૂળ ખંખેરીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy