ધરતીનો પોકાર
ધરતીનો પોકાર

1 min

11.5K
ધરતીનો પોકાર સાંભળ્યો
આવ્યો આવ્યો મેઘો આવ્યો
સર્વેજનોની ચિંતા ટાળી
દૂર કરી ગમની કાળી વાદળી
તૃપ્ત થઈ છે ધરતી રાણી
ચારે બાજુ છે પાણી પાણી
નીર નવાં છલકાયા છે, ને
ધરતીએ સપનાં નવાં સજાવ્યા છે
વરસ્યો આજે મન મૂકીને તું
ધરતીને પરિતૃપ્ત કરતો તું
વનરાજી છે રાજી રાજી
જાણે ઓઢી લીલી ચાદર તાજી
ધરતીનો પોકાર સાંભળ્યો
આવ્યો આવ્યો મેઘો આવ્યો