ધરતીને ધરીએ
ધરતીને ધરીએ
ધરતી મારી ધન્ય ધરા છે માનવનો અહી વાસ
ભૂમિનો મારો ભવ્ય ભાવ છે અહી છે જનની મુલાકાત
જમીન મારી જીવન જ્યોત છે પ્રકાશનો અહી વાસ
ધરા મારી ધ્યેયની વાત છે જીવનની શરૂઆત
માટી મારી મનની માત છે પાવન રહે સદાય
કણકણમાં એ મણ કરી આપે જીવનને સંગાથ
અન્નની આશા પૂરી કરતી સંસ્કૃતિને સાથ
મહેનતને મહેરામણ આપતી મહાનતાને કાજ
