ધન્ય ધરા ગૂંજે ચોમેર
ધન્ય ધરા ગૂંજે ચોમેર


વિવિધતામાં હોય એકતા,
બહું રંગે શોભતી મારી આ,
સુંદર ભારતની ધન્ય ભૂમિ,
એક દિવસની વાત નિરાલી,
ફરવા ઉપડ્યા અમે વિદેશને,
ખૂંદી વળ્યાં એ આખો મલક,
હરખ ન સમાતો મારાં દિલડે.
નવલી હતી એ ભાતો બહું,
લોભાવનારી એ ધરા ત્યાંની,
છતાંય એક પોતીકાપણું ન,
લાગ્યું ક્યાંય એ દિલનાં હૈયે,
વિદેશીઓની પોતીકી વાણીએ,
કરી ભારતીય સંસ્કૃતિની એ,
મન મૂકીને કરી હતી એ પ્રશંસા.
એ દિને મને ગર્વ થયો હતો,
એક ભારતીય હોવાનો ખરો,
ચોમેર ગૂંજે છે દેશની ખ્યાતિ,
ભારતીયો વિદેશે જતાં જોઈને,
હું પણ કહું ત્યાં બહું છે પૈસો,
ત્યાંનું કામ કોઈને કરવું નથી,
સાહેબ બનીને જોઈએ પૈસો.