STORYMIRROR

JEEL TRIVEDI

Drama Tragedy

3  

JEEL TRIVEDI

Drama Tragedy

ધ જોકર

ધ જોકર

1 min
11.9K

રમતો કરી છે જગતે મારી સાથે,

જગતે પછાડ્યો મને એકલા હાથે.

મને તો લાગે છે આ દુનિયા આખી,

મારા આંસુને મોજમાં ફેરવે રાખી.


સારું-નરસું-ઈચ્છા-અનિચ્છા,

સાચું-ખોટું-સારું કે ખરાબ.

અહીં કોઈને એની પરવા નથી,

બધા બેઠા છે મારવા તરાપ.


બીજાની ચાલે ઘણો ચાલ્યો,

ને વાગતા ઢોલે ઘણો નાચ્યો,

મન હતું ખૂબ ઉદાસ છતાં પણ,

ભૂખ ભાંગવા હું ખૂબ હસ્યો.


હવે લોકોની ગુલામી પૂરી,

હવે આઝાદીની લડત,

કદાચ હું સારો છું જ નહીં,

નહીંતર કોઇને ભારે થોડો પડત?


ફગાવ્યું મેં એ મહોરું હવે,

ફગાવ્યા છે એ પોષાક.

બનાવનાર પણ તું જાણી લે,

કેટલો બનીશ હું વિરાટ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama