દેશ-પરદેશ
દેશ-પરદેશ
ભાગ નહીં પરદેશ વ્હાલા,
દેશમાં કર વસવાટ વ્હાલા...!
ભૂલી ઘર-બહાર શું કામ ચાલ્યાં,
દેશે તો તમને પરિવાર આલ્યાં...!
રૂપિયા કરતાં ડોલર લાગ્યો સવાયો,
પણ એની આગળ મહામૂલો ખજાનો ઘવાયો...!
વ્યાજ લેતાં મૂડી ખોઈશ,
ધીરો પડ પરદેશ જઈને લોહીને આંસુ રોઈશ...!
અહીં તને છે શું ખોટ વ્હાલા,
ના જઈશ અહીં રહી જા વ્હાલા...!
