દેશ છે આપણો
દેશ છે આપણો
ભલે અનન્ય...ધર્મો સ્થાપનારો;
છતાં સૌથી ઊંચો માણસાઈનો ધર્મ પાળનારો,
દેશ છે આપણો...
ભલે અનેક પ્રાંતો ધરાવતો;
સાથે સમાનતાનો અખંડ 'ભારત'
દેશ છે આપણો...
ભલે અનેક જાતિય સમૂહને ધરાવતો;
પણ 'ભારતમાતા'ના પુત્રો છીએ,
એવું કહેનારો દેશ છે આપણો...
ભલે અનેક જાતિના પોશાકો ભિન્ન;
સાથે રાષ્ટ્રધ્વજ ને પણ માન આપનારો,
દેશ છે આપણો....
ભલે અનેક સંસ્કૃતિ ધરાવનારો;
પણ અનન્ય... કલામાં શિખરે પહોંચતો,
દેશ છે આપણો...
ભલે અનેક ભગવાનને માનનારો;
અંતે માનવીમાં પ્રભુ દર્શન કરનારો
દેશ છે આપણો...
ભલે ઝઘડા-કંકાસ કરનારો;
સાથે પ્રભુચરણમાં મુક્તિ મેળવનારો
દેશ છે આપણો...
ભલે અનેક જાતિ-રિવાજોના ગીતો ગાનારો;
સાથે રાષ્ટ્રગીતને ન ભૂલનારો
દેશ છે આપણો...
ભલે વિદેશમાં જઈને અભ્યાસ કરનારો;
કરી અભ્યાસ દેશમાં પરિવર્તન લાવનારો
દેશ છે આપણો...
ભલે 'ઈષ્ટદેવતા'ને નમતો;
પણ 'ભારતમાતા' સલામ કરતો
દેશ છે આપણો...
ભલે દેશના પડ્યા ભાગલા;
છતાં દેશો-દુનિયાના લોકોને એકતામાં રાખનારો
દેશ છે આપણો...
ભલે અનેક તહેવારોમાં મોજીલો બનતો;
સાથે સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરતો
દેશ છે આપણો...
ભલે ગરીબ દેશ કહેવાયો;
પણ દીન-દુ:ખીયાને સહારો આપતો
ગૌરવવંતો દેશ છે આપણો...
ભલે છપ્પન ભોજનીયા આરોગતો;
સાથે બીજાને પહેલા જમાડી જમતો
દેશ છે આપણો...
પ્રજાનું કલ્યાણ કરતો;
ને દેશને નામે બલિદાન દેતો
દેશ છે આપણો...
ભલે 'ધરા'પર આવાસ બનાવી વસનારો;
પણ સમાજને પરિવાર સમજી રહેનારો
દેશ છે આપણો.
