દેરાણી જેઠાણી
દેરાણી જેઠાણી
આવી દેરાણી ઘરમાં, જુઓ થઈ ધમાલ,
કરવા એનું સ્વાગત, કરે સૌ પોતાની કમાલ.
આમ, તો એ છે ઘરમાં સૌથી નાની,
પણ તો યે મળે માન શાન તેને તો અપાર.
નાની, નવી ને નાદાન બને એ દરેક બાબતે,
પંપાળે, પપલાવે દરેક એને હરઘડી બેસુમાર.
કમી ને કમજોરી એની જેઠાણી તો છુપાવે,
સાથે રહી, ધીમેથી તે સૌ પર થઈ સવાર.
ભૂલો સાથે ક્યારેક વર્તન બને આકરું,
તો પણ ઘર સાક્ષી રહી સહન કરે અપાર.
ધન્યવાદ, જેઠાણીને નાની બહેન એને સમજે,
સાસુ તો લાડકી વહુ કરી પ્રશંસા કરે બેસુમાર.
હવે કરે, એ તો માન મેળવવાની હોડ,
એ જોઈ દુભાઈને, જેઠાણીનાં કોડ કરે ચિત્કાર.
કયારેક નિંદા, કયારેક અપમાન જેઠાણીનું થાતું,
કામ કરવાની બાબતે માન હવે સૌનું તોલાય
પ્રેમ અને લાગણી સાથે થતો રહ્યો ખીલવાડ
"હું કહું તે થાય" એ ઈર્ષા, દ્વેષ ઘરમાં રેલાય.
એક સગપણ સાચવવા ઘર બને તમાશો,
એ જોઈ જેઠાણી, ચૂપ રહી કરે દિવસ પસાર.
