દેહાગ્ની
દેહાગ્ની
આશાનાં કૂંપળો ફૂટે છે રોજ નવા
રોજ રાત્રે કરમાય છે એ કૂંપળો સદા,
પ્રેમનાં નિ:સ્વાર્થ વરસાદથી કદાચ બચી જાય એ
ઢાલ વગર લડે છે કૂંપળો સદા,
કરમાઈ ગયેલા ફૂલો હવે સુગંધ આપતા નથી
અગરબતી પણ રાખ થઈ ગઈ છે સદા,
ઢોલ અને શરણાઈ વગાડે છે પ્રસંગોમાં બધા
મરાશિયા ગવાઈ છે એક ખુણામાં સદા,
મો સંતાડીને રાખ્યું છે એને કાળા વસ્ત્રોમાં
સૂકાઈ ગયા એના આસુંનાં છીદ્ર સદા,
એક ગોડદું કાફી છે એને આ ક્ષણોમાં
સાથ નથી રહ્યો હવે એક ચાદરનો સદા,
કપાળનો લાલ ચટાક ચાંદલો વિખી નાંખ્યો હવે
ને ચૂડીઓનો ખનકાર તોડી નાંખ્યો સદા,
એના ફોટા સામે અખંડ દીવો છે અહીં સજાવેલો
અને અખંડ દીવો એનો બૂઝાઈ ગયો સદા,
જામ પીવે છે અહી સહુ કોઈ પ્રસંગોમાં
તરસ્યા દેહ રહી ગયા પાણી વગરનાં સદા,
વિધિ વિધાન લખ્યું તે લલાટે ઈશ્વર
પણ જોઈ વિચારી લખ્યું હોત જો તે સદા,
રિવાજો અને વિધિ બહું બનાવી સમાજે
ખુદ પર રિવાજો ઓઢાડી અનુભવે જો સદા,
અગ્નીદેહ આપે છે અહિયાં કોઈના ગયા પછી
હર એક પળ મને દઝાડે છે તારા ગયા પછી સદા !

