ડર છે મને
ડર છે મને


હા! હંમેશાં ડર છે મને,
તને ખોવાનો નહીં,
પણ મને ખોઈ દેવાનો,
સદા રહું છું મશરૂફ,
ને કાયમ મશગુલ તારામાં,
તેથી જીવ ગભરાય છે,
અસ્તિત્વ ખોઈ દેવાનો,
તારી હર વાત પર એકાગ્ર,
ને પડયો બોલ ઝીલવાની,
તારી થઈ રહેવાની આ આદત,
મારામાં મને ખોઈ દેવાની.